વડોદરા: મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીનાસંસ્કૃત મહાવિદ્યાલયમાં ચાલતો ટેમ્પલ મેનેજમેન્ટનો કોર્સ જુલાઇ માસમાં શરૂ થવાના બદલે 6 માસ બાદ શરૂ થશે. યુનિવર્સિટીમાં એવી ચર્ચા છે કે, યુનિવર્સિટીમાં સક્રિય બે લોબી વચ્ચેની જૂથબંધીના કારણે કોર્સ ઘોંચમાં પડ્યો હતો. આખરે 16 ડિસેમ્બરથી કોર્સનું શૈક્ષણિક સત્ર શરૂ કરવાની જાહેરાત કરાઇ છે. સપ્ટેમ્બર 2016થી ટેમ્પલ મેનેજમેન્ટનો એક વર્ષના સમયગાળાનો કોર્સ શરૂ કરવામાં આવ્યો હતો. પ્રથમ વર્ષે કોર્સને સારોએવો પ્રતિસાદ મળ્યો હતો. ચાલુ શૈક્ષણિક વર્ષના પ્રારંભમાં કોર્સ શરૂ કરવા એડમિશન માટે કામગીરી કરવામાં આવી હતી. પરંતુ, ડિસેમ્બર માસ સુધી કોર્સનો પ્રારંભ થયો હતો. મહિનાઓ સુધી રાહ જોયા બાદ પણ કોર્સ શરૂ થઇ શક્યો હતો. જેની સામે 22 વિદ્યાર્થીઓએ એડમિશન માટે એપ્લિકેશન કરી હતી.