શાળાઓની ભારેખમ ફીને લઈને તો મહત્તમ ખાનગી શાળાઓ ચર્ચાના ચકડોળે છે જ ત્યાં આવા અતિ હકલી કક્ષાના કહી શકાય તેવા કરતુતોના આક્ષેપોથી શિક્ષણ જગતમાં ખડભડાટ અને વાલીઓમાં રોષની લાગણી જન્મી છે.
પોલીસના વર્તુળોમાંથી પ્રાપ્ત થયેલી વિગતો મુજબ શહેરના સાધુવાસવાણી રોડ પર રહેતાં હિંદીભાષી પરિવારનો દશ વર્ષીય પુત્ર ધોળકીયા સ્કૂલની ૧૫૦ ફુટ રીંગ રોડ પર આવેલી બ્રાન્ચ કે.જી. ધોળકીયામાં ધોરણ ચારમાં અભ્યાસ કરે છે. શાળામાં નીતુ સર નામનો ઈસમ બાળકને અવારનવાર રૃમ કે આવી રીતે એકાંતમાં લઈ જઈ કપડા ઉતારીને ગુપ્ત ભાગો સાથે શારિરીક છેડછાડ કરે છે. મુખમૈથુન જેવું અતિ ધૃણાસ્પદ કૃત્ય પણ કરતાં હોવાના આક્ષેપો થયા છે.
બાળકની માતાએ મહિલા પોલીસમથકમાં આજે મોડી સાંજે ફરિયાદરૃપે આપેલી અરજીમાં જણાવ્યા મુજબ પુત્રએ સ્કૂલે જવા માટેની ના કહીં જો કે માતાએ સ્કૂલે જવા માટે આગ્રહ કરતાં બાળક રડી પડયો હતો અને તેણે પોતાની સાથે સ્કૂલ ટીચર નીતુ સર ગુપ્ત ભાગોએ શારિરીક છેડછાડ કરતાં હોવાનો અને તેના કારણે અતિ દુખાવો થાય છે.