gujarati

ગાર્ડને બંધક બનાવી NTC કોલેજમાં લૂંટ

webdesk | Thursday, February 9, 2017 8:02 PM IST

NTC કોલેજમાં લૂંટારાઓ ત્રાટક્યા હતા. બુધવારે રાત્રના સમયે આવેલા લૂંટારુઓએ 8 જેટલા સિક્યુરિટી ગાર્ડને બંધક બનાવીને કોલેજની તિજોરીમાંથી 3.50 લાખ લૂંટી લીધા હતા. એટલુ જ નહિ, કોલેજના કેમ્પસમાં આવેલા એટીએમમાં પણ તોડફોડ કરી હતી. કોલેજમાં થયેલી આ લૂંટ સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે, જેમાં લૂંટારુઓની હલચલ કેદ થઈ છે.

પાસે આવેલ વિરોદ ગામમાં નિયો ટેકનોલોજી ઈન્સ્ટિટ્યૂટ આવેલી છે. આ ઈન્સ્ટિટ્યૂટમાં ગઈકાલે બુધવારે રાત્રે ચોરીનો બનાવ બન્યો હતો. 6થી 7 જેટલા લૂંટારુઓએ કેમ્પસમાં આવીને આતંક મચાવ્યો હતો. તેમણે કેમ્પસના 8 જેટલા સિક્યુરિટી ગાર્ડસને અલગ અલગ પોઈન્ટ પરથી પકડી લઈને ભેગા કર્યા હતા અને બાદમાં કેન્ટીનના રૂમમાં પૂરી દીધા હતા.