gujarati

ઇજનેરીમાં પ્રવેશ માટે ૪૫ હજાર વિદ્યાર્થીઓ સામે ૭૦ હજાર બેઠકો!

Surajmishra | Wednesday, May 17, 2017 9:02 AM IST

ઇજનેરીમાં પ્રવેશ માટે ૪૫ હજાર વિદ્યાર્થીઓ સામે ૭૦ હજાર બેઠકો!

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રવક્તા ડો. મનિષ દોશીએ જણાવ્યું હતું કે 'ગુજરાતમાં ઇજનેરી અભ્યાસક્રમમાં ૪૫ હજાર વિદ્યાર્થીઓ સામે ૭૦ હજાર જેટલી બેઠક છે. મતલબ કે, તમામ વિદ્યાર્થીઓ પ્રવેશ મેળવે તો પણ ૩૦ હજાર બેઠક ખાલી રહેશે. જેની સામે મેડિકલ-ડેન્ટલમાં પ્રવેશ મેળવવા માટે ૪૫ હજાર વિદ્યાર્થીઓ સામે માત્ર ૯ હજાર બેઠકો ઉપલબ્ધ છે. હવે આ વર્ષે નીટના આધારે પ્રથમ વખત પ્રવેશ આપવાનો હોવાથી વિદ્યાર્થી-વાલીઓ વધારે માનસિક તાણમાં છે. આમછતાં તેઓના માર્ગદર્શન માટે રાજ્ય સરકાર દ્વારા કોઇ જ વ્યવસ્થા રાજ્ય સરકાર દ્વારા ઉપલબ્ધ કરાઇ નથી. ભાજપના દિશાવિહીન અભિગમને લીધે ખાસ કરીને બી-ગૂ્રપના મેડિકલ ડેન્ટલ સહિત અભ્યાસક્રમમાં પ્રવેશ માટે ૬૦ હજાર જેટલા વિદ્યાર્થીઓ પરેશાન થયા છે.

ભાજપ સરકારની પ્રવેશ પ્રક્રિયા અંગે અલગ-અલગ નીતિના કારણે ઇજનેરી, ફાર્મસી, મેડિકલ-ડેન્ટલ સહિતના ઉચ્ચ અભ્યાસ માટે દોઢ લાખ વિદ્યાર્થીઓ માટે પ્રવેશ પ્રક્રિયાના ૯૦ દિવસ ખૂબ જ અગવડભર્યા રહે છે