આ વર્ષે ત્રિવેન્દ્રમ ક્ષેત્રના બાળકોનું રિઝલ્ટ સૌથી સારું રહ્યં છે. આ રીજનના 99.85 ટકા બાળકો સફળ રહ્યાં. બીજા નંબર પર ચેન્નાઈના બાળકો રહ્યાં છે, જેમાં પાસ થનારાઓની સંખ્યા 99.60 ટકા છે. જ્યારે કે, અલાહાબાદ રીઝનનું 98.23 ટકા સાથે ત્રીજા નંબર પર સ્થાન રહ્યું છે, જ્યારે દિલ્હી રીઝન બહુ જ પાછળ રહી ગયું છે. દિલ્હી રીઝનમાં માત્ર 78.09 ટકા વિદ્યાર્થીઓ પાસ થયા છે, જે ગયા વર્ષની સરખામણીએ 13 ટકા ઓછું રહ્યું છે.
સીબીએસઈમાં માન્યતા પ્રાપ્ત અંદાજે 16,000 સ્કૂલના 16,67,573 વિદ્યાર્થીઓ આ વર્ષે ધોરણ-10ની પરીક્ષામાં બેસ્યા હતા. જોકે, દર વર્ષે પરિણામ વહેલુ આવતું હતું, પંરતુ આ વર્ષે કેટલાક રાજ્યોમાં વિધાનસભા ઈલેક્શન હોવાને કારણે અને મોડરેશન પોલિસીને લઈને વિવાદ થતા પરિણામ મોડું આવ્યું છે.
result.nic.in, cbseresults.nic.in, cbse.nic.in પર વિદ્યાર્થીઓ પોતાનું રિઝલ્ટ જોઈ શકે છે. તેમજ સીબીએસઈએ રિઝલ્ટ બતાવવા માટે સર્ચ એન્જિન www.bing.com પણ આપ્યું છે.