gujarati

દેશ ભરમાં NEETની પરીક્ષા

Surajmishra | Monday, May 8, 2017 8:24 AM IST

દેશ ભરમાં NEETની પરીક્ષા

ગુજરાતમાં 60 હજારથી વધુ વિદ્યાર્થીઓએ નીટની પરીક્ષા માટે રજીસ્ટર કરાવ્યું હતું. ગુજરાતમાં અમદાવાદ, રાજકોટ, સુરત, વડોદરા સહીત મોટા શહેરોમાં નીટની પરીક્ષા માટે સેન્ટર આપવામાં આવ્યા હતા. આજે વહેલી સવારથી વાલીઓ દુર-દુરથી પોતાના બાળકોને નીટ પરીક્ષા માટે સેન્ટર પર મુકવા આવી પહોંચ્યા હતા.

નીટની પરીક્ષામાં ગેરરિતી ન થાય તે માટે પણ બોર્ડ દ્વારા ગાઈડલાઈન ઈશ્યુ કરવામાં હતી. જેમાં પરીક્ષાર્થીઓ આખી સ્લિવના શર્ટ, શુઝ અને વિદ્યાર્થિનીઓ હેર પીન, નેકલેસ, રીંગ, બેજ, બ્રોચ, ઈયરિંગ્સ વગેરે વસ્તુ પહેરીને પરીક્ષા આપવાની મનાઇ હતી. નીટ પરીક્ષામાં પાણીની બોટલ, કોલ્ડ્રીંકસ, નાસ્તો, ડીજીટલ ઇલેક્ટ્રોનીક્સ જેવી ચીજવસ્તુઓ લઇ જવાની પણ મનાઇ હતી. પરીક્ષાર્થીઓને પેન્ટ અને હાફ સ્લિવનો શર્ટ તેમજ સ્લિપર અથવા તો સેન્ડલ પહેરીને આવવા માટે ગાઈડ લાઈન જાહેર કરવામાં આવી હતી.

પરીક્ષા સેન્ટર પર ફુલ સ્લિવ પહેરીને આવેલા પરીક્ષાર્થીઓ કાપી લેવામાં આવતા વાલીઓમાં રોષ ફેલાયો હતો. સુરતમાં નીટ પરીક્ષા સેન્ટર પર વિદ્યાર્થીઓને સાથે કંઈ પણ વસ્તુ લઈ જવા દેવામાં આવી ન હતી. વિદ્યાર્થી અને વિદ્યાર્થીનીઓ ફૂલ સ્લિવના કપડા પહેરીને આવ્યા હતા અને ગાઈડલાઈન મુજબ તેમના કાપવામાં આવ્યા હતા. જેથી વિદ્યાર્થીઓના વાલીઓ પરીક્ષા કેન્દ્ર પર રોષે ભરાયા હતા.