gujarati

ગાંધીજી જ્યાં ભણ્યા તે રાજકોટની શાળા માટે થઈ બજેટમાં જાહેરાત

Surajmishra | Wednesday, February 22, 2017 8:46 AM IST

આલ્ફ્રેડ હાઈસ્કૂલમાં રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીએ શિક્ષણ લીધું હતુ. ગાંધીજીના નામ સાથે જોડાઈને ઈતિહાસમાં અનેરું મહત્ત્વ ધરાવતી આ શાળાની પાછલા કેટલાક વર્ષોથી જાળવણી, શિક્ષણ, અભ્યાસ સહિતના મામલે દૂર્દશા થતી હતી. આ સ્કૂલને મ્યુઝિયમ તરીકે વિકસાવવા કોર્પોરેશન દ્વારા અગાઉ જાહેરાત કરાઈ હતી. ત્યારે બજેટમાં તેના માટે રૂ. ૧૦ કરોડ ગ્રાન્ટ ફાળવાઈ છે.

આ શાળાની સ્થાપના ૧૮૬૮માં કરવામાં આવી હતી. ત્યારે રાજકોટ હાઈસ્કૂલ તરીકે ઓળખાતી. વર્ષ ૧૯૦૭માં તેનું નામકરણ આલ્ફ્રેડ હાઈસ્કૂલ તરીકે કરાયું. અત્યારે જે બિલ્ડિંગ છે તેનું બાંધકામ જૂનાગઢના બાબી વંશના નવાબે કરી આપ્યું હતું. અહીંયા ગાંધીજીએ મેટ્રિક સુધીનું શિક્ષણ મેળવ્યું હતું. વર્ષ ૧૮૮૭માં ૧૮ વર્ષની યુવા વયે ગાંધીજીએ આ શાળામાં અભ્યાસ કર્યો હતો. રાષ્ટ્રની સ્વતંત્રતાના શ્રેયી ગાંધીજીની સ્મૃતિમાં આ શાળાનું નામકરણ મોહનદાસ ગાંધી હાઈસ્કૂલ કરવામાં આવ્યું છે. જો કે આ વિરાટ વારસાની જાળવણી કરવામાં શિક્ષણાધિકારી કચેરી સહિતના સરકારી તંત્રો નિષ્ફળ નિવડયા છે. આ સ્કૂલને મ્યુઝિયમમાં ફેરવવાની યોજના થોડા વખત પહેલા મુકાઈ હતી. જેના ભાગ રુપે શાળામાંથી જિલ્લા શિક્ષણાધિકારી કચેરી તેમજ શિક્ષણ વ્યવસ્થાને અન્યત્રે ખસેડવામાં આવી હતી. ગાંધી સ્કૃતિઓ સાથે જોડાયેલા પોરબંદરના કીર્તિ મંદિરની માફક મોહનદાસ ગાંધી હાઈસ્કૂલને મ્યુઝિયમ તરીકે વિકસાવવા રાજ્ય સરકાર દ્વારા બજેટમાં ૧૦ કરોડની જોગવાઈ કરાઈ છે. કોર્પોરેશનની યોજનાને સરકારે આર્થિક સહાય કરી આપતા આ કામગીરી વહેલી તકે શરુ થશે. મઈટીપલ સ્ક્રીન, ગ્રાફિકસ્, સર્કયુલર વિડીયો જેવા ઉપકરણો વડે મ્યુઝિયમ તરીકે વિકસાવવામાં આવશે.સોર્સ;સંદેશ ન્યૂઝ