gujarati

આજે ગુજકેટ પરીક્ષા લેવાશે

Surajmishra | Wednesday, May 10, 2017 8:18 AM IST

ગુજકેટ અત્યાર સુધી એટલે કે ગત વર્ષ સુધી બી ગુ્રપના વિદ્યાર્થીઓ માટે મેડિકલ-ડેન્ટલ અને પેરામેડિકલના પ્રવેશને લઈને લેવામા આવતી હતી.જેમાં ગત વર્ષે સૌથી વધુ ૬૬૦૦૦ વિદ્યાર્થીએ ગુજકેટ આપી હતી.પરંતુ આ વર્ષે મેડિકલ-ડેન્ટલ પ્રવેશ માટે ફરજીયાત નીટ લાગુ થઈ જતા હવે બી ગુ્રપ માટે સીધી રીતે ગુજકેટનું કોઈ મહત્વ રહેતુ નથી.પરંતુ તેમ છતાં પણ આ વર્ષે બી ગુ્રપના ૯૦ ટકા વિદ્યાર્થીઓ ગુજકેટ આપી રહ્યા છે.ગુજકેટને લઈને શિક્ષણ બોર્ડ દ્વારા જાહેર કરાયેલા એક્શન પ્લાન મુજબ એ ગુ્રપના ૬૭૨૬૬  વિદ્યાર્થીઓ તથા બી ગુ્રપના ૬૬૪૪૦ વિદ્યાર્થીઓ ગુજકેટ  માટે નોંધાયા છે.

જ્યારે ૪૨૨ એબી ગુ્રપના વિદ્યાર્થી પણ ગુજકેટ આપશે. બી ગુ્રપના આ વર્ષે ૭૪ હજાર જેટલા વિદ્યાર્થીએ ધો.૧૨ની પરીક્ષા આપી છે.જેમાંથી ૬૬ હજારથી વધુ વિદ્યાર્થી જો ગુજકેટ આપી રહ્યા હોઈ માત્ર ૮ હજાર વિદ્યાર્થી જ મેડિકલ-ડેન્ટલમાં જ પ્રવેશ ઈચ્છતા હોઈ તેવુ કહી શકાય.મહત્વનું છે કે બોર્ડે માટે આ વર્ષની ગુજકેટ ખૂબ જ મહત્વની છે કારણકે પ્રથમવાર ૧,૩૪,૧૨૮ વિદ્યાર્થી ગુજકેટ આપી રહ્યા હોઈ પરીક્ષાની તૈયારીથી માંડી કેન્દ્રો વધારવાની તેમજ સ્ટાફ વધારવા સાથે ચોરી ન થાય તેની પુરતી તકેદારી રાખવાની મોટી જવાબદારી બોર્ડ માથે આવી છે.આ વર્ષે ગુજકેટ માટે ૭ સભ્યોની એક હાઈલેવલ કમિટી પણ રચાઈ છે.

અમદાવાદ જીલ્લામાં શહેરમાં ૧૦૯૪૫ અને ગ્રામ્યમાં ૬૩૯૪ વિદ્યાર્થી ગુજકેટ આપશે જ્યારે ત્યારબાદ સૌથી વધુ સુરત જીલ્લામાં ૧૬૩૧૧ વિદ્યાર્થી ગુજકેટ આપશે