gujarati

બોર્ડ પરીક્ષામાં આજે ધોરણ ૧૦માં સમાજશાસ્ત્રનું પેપર

Surajmishra | Wednesday, March 22, 2017 7:59 AM IST

બુધવારે ધોરણ ૧૦માં સમાજ વિજ્ઞાનનું પેપર રહેશે જ્યારે ધોરણ ૧૨ વિજ્ઞાન પ્રવાહમાં અંગ્રેજી પ્રથમ ભાષા અને દ્વિતીય ભાષાનું પેપર રહેશે. સામાન્ય પ્રવાહમાં મનોવિજ્ઞાનનું પેપર લેવામાં આવશે. બોર્ડની પરીક્ષા પૈકી અડધી પરીક્ષાઓ પૂર્ણ થઇ ચુકી છે. મુખ્ય વિષયની પરીક્ષા પૂર્ણ થઇ હોવાથી વિદ્યાર્થીઓ હવે રાહત અનુભવી રહ્યા છે. આવતીકાલે સમાજશાસ્ત્રના પેપરને લઇને વિદ્યાર્થીઓને સમય મળ્યો હોવાથી વિદ્યાર્થીઓ વધુ તૈયારી કરી ચુક્યા છે જેથી આવતીકાલે સ્વસ્થરીતે પરીક્ષા આપવા માટે ઇચ્છુક છે. સમાજશાસ્ત્રનું પેપર મોટાભાગે લાંબુ પુછવામાં આવે છે જેથી વિદ્યાર્થીઓ આને લઇને પણ તૈયારી કરી ચુક્યા છે. કોઈપણ અનિચ્છનિય બનાવ ન બનતા બોર્ડની પરીક્ષા હાલ શાંતિપૂર્ણ માહોલમાં ચાલી રહી છે. ધોરણ-૧૦ અને ધોરણ-૧૨ની બોર્ડ  પરીક્ષામાં કુલ ૧૭૫૯૨૨૫ વિદ્યાર્થીઓ પરીક્ષા આપી રહ્યા છે. શાંતિપૂર્ણ માહોલમાં પરીક્ષા યોજવા માટે તમામ તૈયારીઓ પહેલાથી જ કરી લેવામાં આવી હતી. તમામ સેન્ટરોને સીસીટીવી કેમેરાથી સજ્જ કરવામાં આવ્યા હતા.આ વર્ષે ધોરણ-૧૦મા કુલ ૧૧,૦૨,૬૨૫ વિદ્યાર્થીઓ, ધોરણ.૧૨માં  સામાન્ય પ્રવાહમાં કુલ ૫,૧૪,૯૬૫ વિદ્યાર્થીઓ તથા ધોરણ.૧૨માં વિજ્ઞાન પ્રવાહમાં કુલ ૧,૪૧,૫૦૩ વિદ્યાર્થીઓ તથા સેમેસ્ટર-૨ વિજ્ઞાનપ્રવાહના ૧૩૨ વિદ્યાર્થીઓ એમ કુલ ૧૭,૫૯,૨૨૫ વિદ્યાર્થીઓ પરીક્ષા આપી રહ્યા છે.  રાજયભરના કુલ ૧૫૦૭ પરીક્ષા કેન્દ્રો અને ૬૦,૨૨૯ જેટલા બ્લોક ઉપર ૧૦૦ ટકા સીસીટીવી કેમેરા ટેબલેટસના કવરેજ સાથે પરીક્ષા લેવામાં આવી રહી છે.