ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા એચએસસી વિજ્ઞાન પ્રવાહની રીપિટર વિદ્યાર્થીઓની પરીક્ષા ફેબ્રુ.- માર્ચ 2018માં યોજાશે. શિક્ષણ બોર્ડ દ્વારા પરીક્ષાના વિદ્યાર્થીઓની ફોર્મ ભરવાની પ્રક્રિયા શરૂ કરાઈ છે. જેના ભાગરૂપે વિદ્યાર્થી પરીક્ષા ફોર્મ માટે જરૂરી વિગત ભરી આચાર્યના સહી સિક્કા તથા પરીક્ષા ફીનો શિક્ષણબોર્ડ સચિવના નામનો બેંકનો ડિમાન્ડ ડ્રાફ્ટ અરજીપત્રક સાથે 30મી ડિસેમ્બર બપોરે 3 કલાક સુધી ભરી દેવાની સૂચના અપાઈ છે.