વડોદરા: 21ડિસેમ્બરથી એમ.એસ.યુનિવર્સિટીની કોમર્સ ફેકલ્ટીમાં એફ.વાય. બી.કોમ.ની પરીક્ષાઓ શરૂ થશે. વર્ષે સૌ પ્રથમ વખત 8500 જેટલા વિદ્યાર્થીઓની પરીક્ષા એક સાથે યોજાવવા જઇ રહી છે. 8500 વિદ્યાર્થીઓની બેઠક વ્યવસ્થા માટે યુનિવર્સિટીની જુદી જુદી ફેકલ્ટીઓના 12 બિલ્ડીંગમાં કરવામાં આવશે તથા પરીક્ષામાં 350 જેટલો ટીચિંગ તથા નોન ટીચિંગ સ્ટાફ કાર્યરત રહેશે. કોમર્સ ફેકલ્ટીની પરીક્ષાની બેઠક વ્યવસ્થામાંથી પોલિટેકનીક કોલેજને બાકાત રાખવામાં આવી હોવાનું પણ સૂત્રો પાસેથી જાણવા મળ્યું હતું. પોલિટેકનીક કોલેજોમાં વિધાનસભા ચૂંટણીના સ્ટ્રોંગરૂમ બનાવાયા હોવાથી 21 ડિસેમ્બર સુધીમાં પોલિટેકનીકનું બિલ્ડીંગ પરીક્ષા માટે ઉપલબ્ધ કરવાનું શક્ય હોવાનું જાણવા મળ્યું હતું. જો કે અગાઉ પોલિટેકનીક ફેકલ્ટીમાં પણ બેઠક વ્યવસ્થા ગોઠવવા પત્ર મોકલાયો હતો.