gujarati

તલાટીની પરીક્ષામાં હાઇટેક ચોરી

Surajmishra | Wednesday, February 15, 2017 7:22 PM IST

તલાટીની પરીક્ષામાં હાઇટેક સાધનોની મદદથી ચોરી કરતાં ચાર સામે ફરિયાદ દાખલ થઈ હતી. જેમાં પોલીસે બે આરોપીની ધરપકડ કરાઇ છે. જે રીતે આરોપીઓ ચોરી કરી રહયાં હતાં તે અંગે જાણી
પોલીસ પણ ચોંકી ઉઠી હતી.

સ્મોલ બ્લુટૂથ હેન્ડસેટ હોય છે તે ખરીદ્યું હતું. તેમાં એક નાનું ડિવાઇસ આવે છે એની અંદર માઇકો સીમકાર્ડ ફીટ કરી એ ગંજી પહેરી લેવામાં આવે છે. આ સીસ્ટમમાં
ફોનની જરૂર પડતી નથી અને આ સીસ્ટમમાં ઇનકમિંગ કોલ આવે છે. જયારે આમાંથી કોલ થતાં નથી. સામેથી ફોન આવે એટલે તરત જ ઓટોમેટિક રીસીવ થઈ જાય છે અને પોતાના મોઢા પાસે એક નાના માઇકમાં બોલે
એટલે સામે તરત જવાબ મળતા હતાં. જે જવાબ માટે કાનમાં નાનું એવું બ્લુ ટૂથ લગાવેલુ હોય છે જેમાંથી જવાબ સાંભળી શકાય. આ સીસ્ટમ રૂ.1000માં ઓનલાઈન ખરીદી શકાય

સાથે સ્મોલ બ્લ્યુ ટૂથ હેન્ડસેટ સાથેની ગંજી પણ કબજે લેવામાં આવી હતી. આરોપી રમેશભાઈ ભાજપના વઢવાણ તાલુકાના પૂર્વ પ્રમુખનો છોકરો છે. જયારે એના મમ્મી જીલ્લા પંચાયતમાં
પૂર્વ સભ્ય રહીચૂક્યા છે. જયારે આરોપી રમેશ પણ ભાજપમાં તાલુકામાં યુવા મોરચામાં હોદા પર રહી ચુકયો છે.

અગાઉ ભરતી કૌભાંડમાં ભાજપના નેતાઓ અને પદાધિકારીઓના નામ ગુજરાતમાંથી ઉછળ્યા હતા. જેમા વધુ એક ભાજપના પુર્વ પ્રમુખના છોકરો કોપી કેસમાં ઝડપાતા રાજકીય ઞરમાવો વ્યાપી ગયો છે.

હાલમાં પોલીસે મોબાઈલ ફોનથી કયા સીમ પર વાત થઇ એની તપાસ કરતાં આરોપી રમેશભાઈ ઞોલાણીની પત્ની વર્ષા ગોલાણી જવાબ લખાવતી હતી.સોર્સ;સંદેશ ન્યૂઝ