gujarati

વિદ્યાર્થીઓને હેરાનગતિ કરતી ટોળકીનો શખ્સ ઝડપાયો

webdesk | Tuesday, January 10, 2017 8:40 AM IST

હોસ્ટેલમાં રહેતા વિદ્યાર્થીઓને હોન્ડા સીટીના ડ્રાઇવર સહિત અન્ય એક શખ્સ પોલીસ સ્વાંગમાં આવી હેરાનગતિ કરતા હોવાની ફરિયાદોમાં વધારો થઇ રહયો છે. આજે બપોરે પણ મોટા બજારમાં બેવિદ્યાર્થીઓને ધકકા મારીને રોફ જમાવતા ગાડી ચાલક સહિતના શખ્સોને એક જાગૃતજને ઠપકો આપ્યો હતો. બનાવ અંગે પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી છે.

બહારગામથી અહીંયા રહેતા હોવાના કારણે પોતાની સાથે થયેલ ર્દુવ્યવહાર અંગે વિદ્યાર્થીઓ પોલીસને આ મામલે ફરિયાદ પણ નોંધાવી શકતા નથી.

   બીજી તરફ આ બન્ને શખ્સોથી ત્રસ્ત વિદ્યાર્થીઓના જણાવ્યાનુસાર ગાડી ચાલક સહિતનો વ્યકિત પોતાની ઓળખ પોલીસ તરીકે આપે છે અને તેની ગાડીના ડેશ બોર્ડ પર લાલ અક્ષરે અંગ્રેજીમાં પોલીસ લખેલું બોર્ડ પણ મૂકી રાખે છે. ખાસ કરીને સ્થાનિક વ્યીકતઓ કે વેપારીઓને આ બન્ને ઇસમો હેરાન કરતા નથી.