બાયોલોજી વિષયના એક્સપર્ટસનું કહેવુ છે કે નીટના પેપરમાં ડાબી બાજુએ અંગ્રેજીના પ્રશ્નો હોય છે અને જમણી બાજુએ ગુજરાતીના પ્રશ્નો હોય છે.જેમાં ગુજરાતી મીડિયમ માટે તો અલગથી જ પેપર કઠાયુ હોઈ અંગ્રેજી મીડિયમ કરતા પ્રશ્નો તો અલગ છે જ પરંતુ જે પ્રશ્નો પુછાયા તે પણ ઘણા ખોટા પુછાયા છે.કારણકે અંગ્રેજીમા જે પ્રશ્નો છે તેની સામે ગુજરાતીના ઘણા પ્રશ્નો ખોટી રીતે અનુવાદીત થયા છે.બાયોલોજીના ૧૫થી૨૦ પ્રશ્નોનું અનુવાદન ખોટુ થયુ હોઈ વિદ્યાર્થીઓ તે પ્રમાણે જવાબ આપ્યા છે.જ્યારે બીજી બાજુ સીબીએસઈએ અંગ્રેજીના પ્રશ્નો પ્રમાણે જ માર્કિંગ થવાની જાહેરાત કરી છે.
જેથી ગુજરાતી મીડિયમના વિદ્યાર્થીઓને આમાં પણ મોટો માર પડશે.આ મુદ્દે ગુજરાતી મીડિયમના વાલીઓ આગામી દિવસમો ઉગ્ર આંદોલન કરશે.વાલીઓએ એક મંડળ બનાવીને જલદ કાર્યક્રમો આપવાનું નક્કી કર્યુ છે.જ્યરે વાલીઓનું એવુ પણ કહેવુ છે કે ગુજરાતી મીડિયમના અને ગુજરાત બોર્ડના વિદ્યાર્થીઓને આટલો મોટો અન્યાય થયો રહ્યો હોઈ સરકારે સીબીએસઈને આટલા મોટા ગોટાળા માટે પુછવુ જોઈએ અને જવાબ માંગવો જોઈએ.