gujarati

સુમનદીપના જુઠ્ઠાણાની તપાસ માટે એમએસયુ સત્તાધીશો પત્ર લખશે

Surajmishra | Saturday, June 3, 2017 9:07 AM IST

સુમનદીપના જુઠ્ઠાણાની તપાસ માટે એમએસયુ સત્તાધીશો પત્ર લખશે

૨૦૧૫ના સપ્ટેમ્બર નેક કમિટિની મુલાકાત ટાણે ફુલગુલાબી ચિત્ર રજુ કરવા માટે સુમનદીપ વિદ્યાપીઠ દ્વારા રીપોર્ટમાં વિવિધ બાબતોનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો.જેમાં વિવિધ સંસ્થાઓ સહીત એમ એસ યુનિવર્સિટી સાથે એમઓયુ કરવામાં આવ્યુ હોવાનુ પણ દર્શાવાયુ હતુ.

 સુમનદીપ વિદ્યાપીઠનો દાવો યુનિવર્સિટી સત્તાધીશો પોકળ હોવાનુ કહી રહ્યા છે.યુનિવર્સિટીના વાઈસ ચાન્સેલર પ્રો.પરિમલ વ્યાસનુ કહેવુ છે કે અમે ૨૦૦૯થી અત્યાર સુધી ૬૬ શૈક્ષણિક સંસ્થાઓ અને કંપનીઓ સાથે એમઓયુ કર્યા છે.જેમાં સુમનદીપ વિદ્યાપીઠનો સમાવેશ થતો નથી.

જોકે જે પ્રકારે સુમનદીપના સંચાલકોએ જુઠ્ઠાણુ ચલાવ્યુ છે કે તની યુનિવર્સિટી સત્તાધીશોએ ગંભીર નોંધ લીધી છે.