gujarati

ગુજરાતમાં બ્રાઉન અને ગ્રીન ફિલ્ડ મેડિકલ કોલેજ ખોલવા અંગે મળી બેઠક

Surajmishra | Thursday, February 16, 2017 8:33 AM IST

રાજ્ય સરકારની નવી હેલ્થ પોલિસી અંતર્ગત આવી બ્રાઉન ફિલ્ડ તેમજ ગ્રીન ફિલ્ડ મેડીકલ કોલેજીસ સ્થાપવા અંગે મુખ્યમંત્રીના અધ્યક્ષસ્થાને એક ઉચ્ચસ્તરીય બેઠક ગાંધીનગરમાં યોજાઇ હતી.જેમાં આરોગ્ય રાજ્યમંત્રી શંકરભાઇ ચૌધરી, રાજ્યના ખ્યાતનામ નિષ્ણાત તબીબો, કોર્પોરેટ હોસ્પિટલો, ચેરિટેબલ ટ્રસ્ટો તથા ફાર્માસ્યુટીકલ ઇન્ડસ્ટ્રી સંચાલકો સહિત વરિષ્ઠ અધિકારીઓ આ બેઠકમાં સહભાગી થયા હતા.

રાજ્યની નવી હેલ્થ પોલિસી-2016ને રાજ્યના તબીબો, તબીબી શિક્ષણ જગત તથા કોર્પોરેટ-ટ્રસ્ટ સંચાલિત હોસ્પિટલ સંચાલકો વગેરેનો વ્યાપક આવકાર-પ્રતિસાદ મળી રહ્યો છે તે અંગે પણ આ બેઠકમાં ફળદાયી ચર્ચા-વિચારણા થઇ હતી.મુખ્યમંત્રીએ રાજ્યના અંતરિયાળ વિસ્તારમાં તબીબી સારવારની વધુ સારી સગવડો ઊભી કરીને ગરીબ-વંચિત- પીડિત-શોષિતોને ઓછા ખર્ચે શ્રેષ્ઠ સારવાર મળે