gujarati

ચૂંટણી જીત્યા બાદ પણ જી.એસ.ની જાહેરાત થઈ નથી

Webdesk | Friday, December 15, 2017 9:02 AM IST

વડોદરાઃ એમ.એસ.યુનિવર્સિટીની સાયન્સ ફેકલ્ટીમાં વિદ્યાર્થી સંઘની ચૂંટણી ટાણે થયેલી જૂથ અથડામણમાં સંડોવાયેલ વિદ્યાર્થી આગેવાન ચૂંટણી જીતી ગયો હોવા છતાં પણ તેને વિજેતા તરીકે જાહેર નહિ કરવામાં આવતાં યુનિવર્સિટી સત્તાધીશોને રજૂઆતો કરી હતી. સાયન્સ ફેકલ્ટીમાં વિદ્યાર્થી સંઘની ચૂંટણી સમયે આઇશા અને રોયલ ગ્રૂપ વચ્ચે છૂટા હાથની મારામારી થઇ હતી. જૂથ અથડામણમાં સંડોવાયેવા વિદ્યાર્થી આગેવાનો સામે કોઇ કમિટી બેસાડવામાં આવી ન હતી. જૂથ અથડામણમાં સંડોવાયેલ વિદ્યાર્થીઓને ચૂંટણી લડવાની પરવાનગી પણ આપવામાં આવી હતી. સાયન્સ ફેકલ્ટી જી.એસની ચૂંટણીમાં આઇશા ગ્રૂપના વિદ્યાર્થી આગેવાન બ્રિજેશ બ્રહ્મભટ્ટને સૌથી વધુ મત મળ્યા હતા.