gujarati

દાહોદ, અમરેલી અને તાપીમાં નવી મેડિકલ કોલેજ શરૂ કરાશે

webdesk | Tuesday, January 31, 2017 8:12 AM IST

જામનગરની પ્રથમ મુલાકાત દરમિયાન વિકાસ કામોના લોકાર્પણની સાથે તેમણે દાહોદ, અમરેલી અને તાપી જેવા રીમોટ વિસ્‍તારોમાં નવી મેડિકલ કોલેજ શરૂ કરવાની જાહેરાત કરી હતી. રાજય સરકાર છેવાડાના અંતિમ માનવીને પણ સંવેદના સાથે સર્વાંગી સુવિધા ધર આંગણે જ મળી રહે તે અમારી સરકારની નેમ છે અને તે માટે અનેકવિધ આરોગ્‍ય સુખાકારી અને સુવિધા વધારવા માટે કટીબધ્‍ધ છે તેમ વિજય રૂપાણીએ જામનગરમાં જણાવ્‍યું હતું. મુખ્‍યપ્રધાન બન્‍યા બાદ જામનગરની પ્રથમ મુલાકાત માટે હર્ષ વ્‍યક્‍ત કરતા તેઓએ વધુમાં જણાવ્‍યું હતું કે, ગુજરાત રાજયને વધુમાં વધુ તાલીમબધ્‍ધ ડોકટરોની સેવા મળી રહે તે માટે રાજય સરકારે નવી હેલ્‍થ પોલીસી હેઠળ દાહોદ, અમરેલી, તાપી જેવા રીમોટ વિસ્‍તારોમાં નવી મેડીકલ કોલેજો શરૂ કરવામાં આવશે. આ માટે રાજય સરકાર જમીનની ફાળવણી ઉપરાંત સીટી દીઠ ર્વાષિક ૧૫ લાખ રૂપિયા ફાળવવામાં આવશે. તેજ રીતે શહેરી વિસ્‍તારો કે જ્‍યાં મેડીકલ કોલેજ શરૂ કરવા જમીનની ફાળવણી તથા ૨૫ લાખ રૂપિયા ર્વાષિક ફાળવાશે.

આ તકે ૧૯૦ કરોડન ખર્ચે નવર્નિમિત મેડીકલ કોલેજમાં ઉપલબ્‍ધ કરાવાયેલી અદ્યતન માળખાગત સુવિધાઓની માહિતી મેળવી સંતોષ વ્‍યક્‍ત કર્યો હતો તથા કોલેજને મેડીકલની વધુ ૫૦ સીટો મળે તે માટે કાર્યવાહી કરવાની પ્રતિબધ્‍ધતા દર્શાવી હતી. મુખ્‍યપ્રધાન વિજય રૂપાણીએ રવિવારે જામનગરમાં કુલ ૧૪૨ કરોડ ખર્ચે તૈયાર થયેલ ભુગર્ભ ગટર યોજનાનું અને ૭૮ કરોડના ખર્ચે તૈયાર થયેલ અદ્યતન સુએજ ટ્રીટમેન્‍ટ પ્‍લાન્‍ટનું લોકાર્પણ કર્યું હતું. તેમજ ૭૫ કરોડના ખર્ચે નિર્માણ થનાર વેસ્‍ટ ટુ એનર્જી પ્રોજેક્‍ટનું ખાતમુહુર્ત કર્યું હતું