gujarati

CCTVના વાયરો કપાતાં યૂથ ફેસ્ટિવલમાંથી રૂા. 20 હજારનો કાપ મુકાયો

Webdesk | Friday, February 9, 2018 11:18 AM IST

વડોદરાઃ એમ.એસ.યુનિવર્સિટીની સાયન્સ ફેકલ્ટીમાં સીસીટીવી કેમેરાના વાયરો કાપી નાખવાની ઘટના બાદ વિદ્યાર્થી આગેવાનો સામે ફેકલ્ટી સત્તાધીશોએ આંગળી ચીંધી હતી અને જવાબદારી નહિ સ્વીકારે તો યૂથ ફેસ્ટિવલ નહિ યોજવા દેવામાં આવે તેવી ચેતવણી પણ આપી હતી. જોકે યૂથ ફેસ્ટિવલના ફંડમાંથી સીસીટીવી કેમેરાનો ખર્ચો કાપીને પરવાનગી આપી દેવામાં આવી છે. વિદ્યાર્થીઓને યૂથ ફેસ્ટિવલ યોજવાની પરવાનગી આપી દીધી હતી પરંતુ શરતી મંજૂરી આપવામાં આવી હતી જેમાં સત્તાધીશોએ સ્ટુડન્ટ યુનિયનના ફંડમાંથી સીસીટીવી રિપેરિંગનો ખર્ચો કાપીને યૂથ ફેસ્ટિવલ યોજવાની પરવાનગી આપી હતી. અંદાજિત 80 હજાર રૂપિયા જેટલા ફંડમાંથી 20 હજાર રૂપિયા કાપી લેવામાં આવ્યા છે જે સીસીટીવીના રિપેરિંગ પાછળ ખર્ચવામાં આવશે.