gujarati

કોર્સમાં ૬ અને ૮ જૂનથી ઓનલાઇન રજિસ્ટ્રેશન

Surajmishra | Wednesday, May 31, 2017 8:49 AM IST

કોર્સમાં ૬ અને ૮ જૂનથી ઓનલાઇન રજિસ્ટ્રેશન

ગુજરાત યુનિવર્સિટીમાં બીએની શહેર અને ગ્રામ્યની મળીને ૪૦ કોલેજો છે અને જેમાં ૧૪૪૦૦ બેઠકો છે.જે માટે પિનવિતરણ સાથે પ્રવેશ પ્રક્રિયા શરૃ થઈ ગઈ છે.જે મુજબ ૬ઠ્ઠીથી ઓનલાઈન રજિસ્ટ્રેશન શરૃ કરાશે અને જે ૧૦મી સુધી ચાલશે.આ પહેલા ૧લીથી ૫મી સુધી વિદ્યાર્થીઓને માર્ગદર્શન માટે કાઉન્સેલિંગ પ્રોગ્રામ કરાશે.રજિસ્ટ્રેશન બાદ ૧૪મીએ પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ જાહેર કરાશે અને ત્યારબાદ ૧૮મીએ ફાઈનલ મેરિટ જાહેર કરાશે.૨૧મીએ બેઠકોની ફાળવણી જાહેર કરાશે.ત્યારબાદ ૨મીથી ૨૪મી જુન સુધી વિદ્યાર્થીઓએ બેંકમાં જઈને ફી ભરવાની રહેશે. આર્ટસમાં ૨૬મીથી કોલેજો શરૃ થઈ જશે.

કોમર્સમાં ગુજરાત યુનિવર્સિટી સંલગ્ન બીએની ૧૨ કોલેજો છે,જેની બેઠકો ૧૮૦૦ ,બીસીએની ૧૦ કોલેજોની ૧૨૬૦ તથા બીકોમની અમદાવાદ શહેરની ૪૬ કોલેજોની ૨૯૫૧૦ અને ગ્રામ્યની ૧૯ કોલેજોની ૭ હજાર બેઠકો છે ,જ્યારે એમબીએ ઈન્ટિગ્રેટેડની યુનિ.કોલેજની ૨૫૦ અને એમએસસી આઈટીની યુનિ.કેમ્પસની એક ઈન્ટિગ્રેટેડની ૨૫૦ બેઠકો છે.આમ કોમર્સમાં પાંચ કોર્સમાં એક સાથે પ્રવેશ પ્રક્રિયા થશે અને જે માટે પણ પિન વિતરણ શરૃ થઈ ગયુ છે.કોમર્સની કુલ મળીને ૯૧ કોલેજોની ૩૮ હજાર જેટલી બેઠકો માટે ૮મીથી ઓનલાઈન રજિસ્ટ્રેશન થશે અને જે ૧૩મી સુધી ચાલશે અને રજિસ્ટ્રેશન સાથે મોકરાઉન્ડ માટે ચોઈસ ફિલિંગ પણ શરૃ થઈ જશે. રજિસ્ટ્રેશન બાદ  ૧૭મીએ પ્રોવિઝનલ અને ૧૯મીએ ફાઈનલ મેરિટ જાહેર કરાશે.૨૨મીએ મોક રાઉન્ડનું પરિણામ જાહેર કરાશે. ત્યારબાદ ૨૩મીથી ૨૬મી જુન સુધી ફાઈનલ ચોઈસ ફિલિંગ થશે.૨૯મીએ આ પ્રથમ રાઉન્ડનું ફાઈનલ એલોટમેન્ટ જાહેર કરાશે અને ૩૦મીથી ૨ જીજુન સુધી વિદ્યાર્થીએ ફી ભરી પ્રવેશ કન્ફર્મ કરવાનો રહેશે.