gujarati

છેડતીના ઇરાદે ધો.૪ની છાત્રાને ભગાડનાર રિક્ષાચાલક ઝડપાયો Ja

webdesk | Thursday, January 19, 2017 9:05 AM IST

ધો.૪માં અભ્યાસ કરતી માસુમ વિદ્યાર્થિનીને રિક્ષામાં ભગાડી જઈ રહેલા રિક્ષા ડ્રાયવરને સ્થાનિક બે યુવકોએ સતર્કતા વાપરી ઝડપાવી દીધો હતો. રહેઠાણ પર લઈ જવાને બદલે રિક્ષાચાલક આ છાત્રાને ફતેપુરા પાટિયાથી તળેટી ગામ તરફ સીમમાં લઈ ગયો હતો અને રસ્તામાં શારીરિક છેડતી ચાલુ કરતાં તેણીએ બૂમાબૂમ મચાવી હતી. આ લખાઈ રહ્યું છે ત્યારે મહેસાણા તાલુકા પોલીસે આરોપી વિરુધ્ધ અપહરણ અને છેડતીના આરોપસર ફરિયાદ નોંધવા તજવીજ હાથ ધરી છે.

મહેસાણામાં પોસ્ટ એન્ડ ટેલિગ્રાફ કોલોનીમાં રહેતા પરિવારની પુત્રી સાર્વજનિક સંકુલમાં ધો.૪માં અભ્યાસ કરે છે. બપોરે શાળા છૂટયા પછી તેણી રહેઠાણ પર જવા માટે રિક્ષામાં બેઠી હતી. રિક્ષા નંબર જીજેર.ટીટી.૭૬૩૬ના ચાલક રાજુજી રામાજી ઠાકોરે(વિજાપુર) રિક્ષા તળેટી સીમ તરફ લીધી હતી અને ધો.૪માં અભ્યાસ કરતી માસુમ છાત્રા સાથે શારીરિક છેડછાડ શરૃ કરી હતી.

sandesh