gujarati

નર્સિંગના પ્રોફેસરે દારૂ પીને પાંચ વિદ્યાર્થીનીઓ સાથે બિભસ્ત માંગણી કરી

Surajmishra | Sunday, February 26, 2017 7:00 AM IST

પ્રોફેસર ઓગસ્ટ ૨૦૧૬થી એક વિદ્યાર્થીની પાસે બિભસ્ત માંગણીઓ કરી રહ્યા છે અને વારંવાર તેને મેસેજો દ્વારા તથા રુબરુમાં પરેશાન કરતા હોવાની ફરિયાદ ઉઠવા પામી હતી. તેવામાં ફેબ્રુઆરીની શરુઆતમાં પ્રોફેસર વિદ્યાર્થીનીઓને લઇને બેંગ્લોરના સેમિનારમાં રોકાયા હતા. બેંગ્લોરમાં દારુના નશામાં પાંચે વિદ્યાર્થીનીઓ પાસે ચેનચાળા કર્યા હતા અને બિભસ્ત માંગણીઓ કરી હતી. આટલી શરમજનક ઘટનામાં પણ પાંચ દિવસ બાદ આખરે શાહિબાગ પોલીસે ફરિયાદ લીધી હતી.

અમદાવાદમાં રહેતી અને સરકારી નર્સિંગ કોલેજમાં ભણતી વિદ્યાર્થીનીને લંપટ શિક્ષકે છેલ્લા કેટલાય સમયથી પરેશાન કરી મુકી છે. અમદાવાદમાં રહેતી અને પરિણીત ૩૨ વર્ષીય નર્સિંગના પહેલા વર્ષમાં અભ્યાસ કરે છે. તેના પ્રોફેશર રાજેન્દ્રકુમાર મેકવાને તેમનો મોબાઇલ નંબર મેળવ્યો હતો અને તેને મેસેજો કરતા હતા. મોડી રાતથી લઇને અનેક વખત મેસેજો કરતા તેમા અનેક મેસેજો બિભસ્ત અને બિભસ્ત માંગણીઓ કરતા હતા.