gujarati

ગુજરાત બજેટ 2017માં શિક્ષણ ક્ષેત્ર

Surajmishra | Tuesday, February 21, 2017 4:53 PM IST

31 માર્ચ, 2017 સુધી ચાલનારા આ બજેટ સત્રના 26 દિવસો દરમિયાન કુલ 28 બેઠકો મળશે. ગુજરાતના નાણા મંત્રી નીતિન પટેલ હાલ વર્ષ 2017-18 માટે બજેટ રજૂ કરી રહ્યાં છે.

આ વખતના બજેટમાંથી શિક્ષણ ક્ષેત્રના ભાગે કઇ કેટલી સુવિધાઓ માટે ફાળવણી કરવામાં આવી છે, એ અંગે વિગતવાર માહિતી મેળવો અહીં..

શિક્ષણ માટે 25 હજાર કરોડની જોગવાઈ, ગત વર્ષ કરતાં 1185 કરોડ વધારે

મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના પાછળ 1100 કરોડની ફાળવણી

શિક્ષણના તમામ સ્તરની ગુણવત્તા સુધારવા 440 કરોડની જોગવાઈ

શાળાના વિદ્યાર્થીઓ માટે..

પ્રાથમિક શાળાના 60 લાખ 60 હજારવિદ્યાર્થીઓને મફતમાં પાઠ્યપુસ્તક અને ગણવેશ અપાશે

માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાના 21 લાખ 3 હજાર વિદ્યાર્થીઓને મફત પાઠ્યપુસ્તકો અપાશે

1200 પ્રાથમિક શાળાઓમાં સ્માર્ટ ક્લાસ શરૂ કરાશે, જેમાંથી 100 શાળાના વિદ્યાર્થીઓને ટેબ્લેટ આપવામાં આવશે

ગ્રાન્ટેડ શાળાઓમાં ધોરણ 9થી 12ની 7 લાખ 44 હજાર 152 લિદ્યાર્થીનીઓને મફત શિક્ષણ પુરૂં પાડવામાં આવશે

વેરાવળ અને સુરત જિલ્લાના આદિવાસી વિસ્તારમાં 2 સૈનિક શાળાઓ શરૂ કરવામાં આવશે

માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકની 30 નવી સરકારી શાળાઓ શરૂ કરવામાં આવશે