gujarati

MSU: વી આર પ્રાઉડ ઓફ યુ ઇવેન્ટ કોન્વોકેશન ગ્રાઉન્ડ પર યોજાશે 

Webdesk | Thursday, January 11, 2018 1:10 PM IST

વડોદરાઃ એમ.એસ.યુનિવર્સિટીમાં આગામી તા. 22મી જાન્યુઆરીના રોજ યોજાનારા 66મા દીક્ષાંત સમારોહમાં સવારે રાષ્ટ્રપતિનું દીક્ષાંત પ્રવચન યોજાશે અને ત્યારબાદ સાંજે એ જ શામિયાનામાં વિદ્યાર્થીઓને ગોલ્ડ મેડલ સેરેમની અને વી આર પ્રાઉડ ઓફ યુ યોજાશે. મ.સ.યુનિવર્સિટીમાં યોજાતા દીક્ષાંત સમારોહમાં દર વર્ષે વીસીના સત્તાવાર નિવાસ સ્થાને વી આર પ્રાઉડ ઓફ યુ ઇવેન્ટનું આયોજન કરાતું હોય છે. જોકે ચાલુ વર્ષે યોજાનાર દીક્ષાંત સમારોહમાં રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ ઉપસ્થિત રહેનાર છે. સમય ઓછો હોવાના પગલે વિદ્યાર્થીઓને ગોલ્ડ મેડલ સાંજે આપવામાં આવનાર છે.