gujarati

આરટીઇમાં પ્રવેશની સમસ્યા ટાળવા માટે વેરિફાયરની નિમણૂંક થશે

Webdesk | Wednesday, January 24, 2018 4:36 PM IST

વડોદરા: આરટીઆઇમાં પ્રવેશ માટે ગયા વર્ષે પસંદગીની શાળા નહિ મળવાના પગલે વિવાદ ઉભો થયો હતો. આરટીઇમાં પ્રવેશ માટે સમસ્યા ના ઉભી થાય તે માટે ડીઇઓ કચેરી દ્વારા દર 50 સ્કૂલે 1 વેરિફાયરની નિમણૂક કરાશેનું આયોજન કરવામાં આવ્યું છે. જે શાળાઓનુું ફિઝિકલ વેરિફિકેશન કરશે અને શાળાના ફોટા વેબસાઇટ પર અપલોડ કરશે. રાઇટ ટુ એજ્યુકેશન એકટ અંતર્ગત ગરીબ વિદ્યાર્થીઓને ખાનગી શાળાઓમાં ધોરણ 1માં પ્રવેશ આપવામાં આવતો હોય છે. ગત વર્ષે આરટીઇમાં પ્રવેશમાં પસંદગીની શાળાઓ નહિ મળવાના પગલે વિવાદ ઉભો થયો હતો આ ઉપરાંત કેટલાક વાલીઓએ બોગસ આવકના પુરાવા રજૂ કરીને પણ પ્રવેશ મેળવ્યો હોવાની ચોંકાવનારી વિગતો સપાટી પર આવી હતી.