gujarati

આજથી બોર્ડની પરીક્ષાઓનો પ્રારંભ , વડોદરા શહેર-જિલ્લામાં ધો.10-12નાં 78,916 છાત્રો પરીક્ષા આપશે

Webdesk | Monday, March 12, 2018 11:21 AM IST

આજથી બોર્ડની પરીક્ષાઓનો પ્રારંભ , વડોદરા શહેર-જિલ્લામાં ધો.10-12નાં 78,916 છાત્રો પરીક્ષા આપશે

વડોદરા: ધોરણ 10 એસએસસી અને ધોરણ 12 એચએસસી બોર્ડ પરીક્ષાઓનો પ્રારંભ આજે 12મી માર્ચથી થશે.વડોદરા શહેર જિલ્લામાં ધોરણ 10 અને 12નાં કુલ 78,916 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. ધોરણ 10માં કુલ 51,935 વિદ્યાર્થીઓ,ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહમાં 7,789 વિદ્યાર્થીઓ તથા ધોરણ 12 કોમર્સમાં 19,192 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. ધોરણ 10ની પરીક્ષામાં રાવપુરા,કારેલીબાગ,ગોત્રી તેમજ માં યોજાશે. ધોરણ 12 સામાન્ય પ્રવાહ અને વિજ્ઞાન પ્રવાહમાં સયાજીગંજ અને માંડવી બે ઝોનમાં પરીક્ષા લેવાશે. તમામ પરીક્ષા કેન્દ્રો પર સીસીટીવી કેમેરા મૂકવામાં આવ્યા છે. રવિવારની રજાના દિવસે બપોરના સમયે વાલીઓ અને વિદ્યાર્થીઓ બેઠક વ્યવસ્થા નિહાળવા માટે સ્કૂલોમાં ઉમટી પડ્યાં હતાં. રવિવારની રજાના દિવસે પણ જિલ્લા શિક્ષણાધિકારી કચેરીનો કંટ્રોલ રૂમ ચાલુ રાખવામાં આવ્યો હતો.