gujarati

શાળાની ફી નક્કી કરનાર સમિતિના ચેરમેન વાલીઓની રજુઆત નહી સાંભળે

Surajmishra | Saturday, May 13, 2017 5:34 PM IST

પાંચમાંથી ચાર સભ્યો હાજર રહ્યા હતા.સમિતિના ચેરમેન અને નિવૃત્ત જજ જી એન રણાએ પત્રકારો સાથેની વાતચીતમાં જણાવ્યું હતુ કે કાયદા પ્રમાણે અમે વાલીઓ સાથે સીધી રીતે વાતચીત કરી શકીએ નહી અને વાલીઓને ફી નિર્ધારણ સમિતિમાં સ્થાન પણ મળી શકે નહી.

તેમણે કહ્યું હતુ કે ૨૪ મે શાળાઓ માટે ફી વધારવાની અરજી કરવાની છેલ્લી તારીખ છે.સમિતિ એ પછી જ પોતાની કામગીરી શરૃ કરશે.સમિતિની આગામી બેઠક શક્ય છે કે અમે ૨૪ મે પછી જ બોલાવીશું.બેઠક બોલાવવા માટે બે તૃતિયાંશ સભ્યોની હાજરી જરૃરી બનશે.શાળાઓ દ્વારા જે પણ દસ્તાવેજો સુપ્રત કરવામાં આવશે તેની સમિતિ પુરેપુરી ચકાસણી કરશે અને જો કોઈ શાળાએ ખોટા દસ્તાવેજો મુક્યા હોવાનુ પૂરવાર થશે તો તેની સામે ફોજદારી કાર્યવાહી કરવાની પણ સમિતને સત્તા છે.તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે સમિતિ ૯૦ દિવસમાં ફી નક્કી કરવાની કામગીરી પુરી કરી દેશે.