gujarati

પીજી મેડિકલની કેટેગરી પ્રમાણેની ૯૧૬ અનામત બેઠકો જાહેર કરાઈ

Surajmishra | Tuesday, May 2, 2017 8:01 AM IST

પીજી મેડિકલની કેટેગરી પ્રમાણેની ૯૧૬ અનામત બેઠકો જાહેર કરાઈ

અનામતની બેઠકો આજે જાહેર કરી દેવાઈ છે.જે મુજબ સ્ટેટ ક્વોટામાં ૬૯૪ અને યુનિ.-ઈન્સ્ટિટયુટ ક્વોટામાં ૨૨૨ બેઠકો છે.

પીજી મેડિકલમાં સુપ્રીમના આદેશ પ્રમાણે કુલ બેઠકોમાંથી ૨૫ ટકા બેઠકો યુનિ.-ઈન્સ્ટિટયુટ પ્રેફરન્સમાં રીઝર્વેશન ગણવાની છે ત્યારે આ ૨૫ ટકા બેઠકોમાં એસીસી,ઓબીસી, એસટી અને જનરલ કેટેગરીની કુલ ૨૨૨ બેઠકો છે.જેમાં ઓપનમાં ૧૩૮, એસસીની ૧૦, એસટીની ૨૧ અને ઓબીસીની ૫૩ બેઠકો છે.જ્યારે ૨૫ ટકાના યુનિ.ક્વોટા સિવાયના સ્ટેટ ક્વોટામાં કુલ ૬૯૩ કેટેગરીવાઈઝ બેઠકો છે.જેમાં ઓપનમાં ૩૬૩, એસસીમાં ૪૪, એસટીમાં ૧૦૨ અને ઓબીસીમાં ૧૮૫ બેઠકો છે.આમ જુદા જુદા ક્વોટામાં જુદી જુદી કેટેગરીમાં કોલેજવાઈસ અને બ્રાંચવાઈસ જુદી જુદી બેઠકો જાહેર કરાઈ છે અને તે પ્રમાણે પ્રવેશ અપાશે.