gujarati

ખુશીના સમાચાર, હવે માત્ર NEET જ આપવી પડશે

webdesk | Thursday, February 9, 2017 7:58 PM IST

રાજ્ય સરકાર દ્વારા એક મહત્ત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. જે મુજબ, સાયન્સના વિદ્યાર્થીઓને મેડિકલમા પ્રવેશ મેળવવા માટે હવે માત્ર એક જ એક્ઝામ આપવી પડશે. અત્યાર સુધી વિદ્યાર્થીઓને મેડિકલમાં પ્રવેશ મેળવવા માટે નીટની એક્ઝામ આપવી પડતી હતી. જ્યારે હવે તેમને માત્ર NEET જ આપવી પડશે. 

પ્રેસ કોન્ફરન્સમાં કરી છે. રાજ્ય આરોગ્ય પ્રધાન શંકર ચૌધરીએ જાહેરાત કરતા જણાવ્યું કે, ધોરણ-12 સાયન્સના વિદ્યાર્થીઓને મેડિકલમાં પ્રવેશ લેવા માટે ત્રણ એક્ઝામ આપવી પડતી હતી. ધોરણ-12 સાયન્સની એક્ઝામ, GUJCET અને NEET (નેશનલ એલિજીબિલીટી કમ એન્ટ્રરન્સ ટેસ્ટ)ની એક્ઝામ એમ ત્રણ એક્ઝામમાંથી પસાર થવું પડતું હતું.

વાલીઓની રજૂઆતને ધ્યાને લઈને રાજ્ય સરકારે હકારાત્મક વલણ દાખવી આ નિર્ણય લીધો છે. મેડિકલમાં પ્રવેશ માટે લેવાનારી નીટની પરીક્ષાનો દેશમાં ભારે વિરોધ થયો હતો.