gujarati

‘નીટ’ની પરીક્ષા અન્ય ભાષાઓની જેમ ‘ઉર્દુ’માં પણ યોજવા સુપ્રીમમાં અરજી : અનેક રજુઆતો સાથે એસઆઇઓએ સુપ્રીમમાં અરજી દાખલ કરી

Surajmishra | Monday, February 20, 2017 6:56 AM IST

નીટની પરીક્ષા વારંવારની રજુઆતોછતાં જે ભાષાઓમાં લેવનાર છે તેમાં ઉર્દુ ભાષાનો સમાવેશ કરાયો નથી. આ બાબત સોનો સાથે અને સૌનો વિકાસની વાતો કરનાર સરકારના ઉર્દુ માધ્યમ અને ભાષા પ્રત્યેના ભેદભાવ ભરેલા નિર્ણયનું પરીણામ લાગે છે.

   આ અંગે એસઆઇઓએ સુપ્રિમકોટૃમાં અરજી દાખલ કરી છે. મેડિકલમાં પ્રવેશ માટે દેશભરમાં લેવાતી સમાન પ્રવેશ પરીક્ષા નેશનાલ એલિજિબિલટી એન્ટ્રેન્સ ટેસ્ટ (નીટ) ની બધા રાજયોમાં લગાુ કરાતાં તેનો ભારે વિરોધ થયો હતો. ત્યારબાદ આગામી વર્ષ ર૦૧૭થી આ પરીક્ષા અંગ્રેજી, હિન્દુ, મરાઠી, આસામી, બંગાળી, ગુજરાતી તમિલ સહિતની ભાષાઓમાં લેવાશે તેવો નિર્ણય કરાયો હતો. જયારે સુપ્રીમ કોર્ટ પણ નીટ મામલે કોઇ વિદ્યાર્થીને અન્યાય ન થાય તેવો આદેશ કર્યો છે છતાં આ નિર્ણય વખતે સરકારનું ધ્યાન ઉર્દુ માધ્યમ તરફ ન જતા ઉદેૂ માધ્યમના વિઘ્યાર્થીઓ તબીબી ક્ષેત્રે કારકિદી ઘડવાને લઇને ચિંતી બન્યા હતા