gujarati

એ-૧ ગ્રેડમાં ગુજરાતમાં સૌથીવધુ સુરતના ૧૮૮ વિદ્યાથીઓ

Surajmishra | Friday, May 12, 2017 8:25 AM IST

એ-૧ ગ્રેડમાં ગુજરાતમાં સૌથીવધુ સુરતના ૧૮૮ વિદ્યાથીઓ

ગુજરાત રાજયનું ૮૧.૮૯ ટકા અને સુરત કેન્દ્વનું ૮૬.૭૨ ટકા આવ્યુ હતુ. આ પરિણામમાં રાજયભરમાંથી ૫૮૯ વિદ્યાર્થીઓ એ-૧ ગ્રેડમાં ઉર્તીણ થયા હતા.જેમાં સુરતમાં સૌથી વધુ ૧૮૮ વિદ્યાર્થીઓ એ-૧ ગ્રેડમાં આવીને સુરતનું નામ રોશન કર્યુ છે. સુરતમાં એ-૧ ગ્રેડમાં ઉર્તીણ થનારી શાળાઓનો દબદબો યથાવત રહયો છે.

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ વિભાગ દ્વારા માર્ચ -૨૦૧૭ માં લેવાયેલી ધોરણ ૧૨ સાયન્સની પરીક્ષામાં રાજયભરમાંથી સૌથી વધુ સુરત કેન્દ્વમાંથી વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી.સુરત કેન્દ્વમાં નોંધાયેલા ૧૬૬૫૪ વિદ્યાર્થીઓમાંથી ૧૬૩૫૦ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. આજે પરિણામ જાહેર થતા સુરત કેન્દ્વનું ૮૬.૭૨ ટકા પરિણામ જાહેર થયુ હતુ.

આજના પરિણામમાં સુરત શહેરની જાણીતી શાળાઓનો વિદ્યાર્થીઓ એ-૧ રેન્કમાં ઉર્તીણ થયા છે.જેમાં સૌથી વધુ વરાછાની આશાદીપ સ્કુલના ૩૧ સ્ટુડન્ટો મેદાન મારી ગયા છે. રાજયભરમાં એ-૧ ગ્રેડમાં બીજા ક્રમે રાજકોટના ૮૭ વિદ્યાર્થીઓ, ત્રીજા ક્રમે ૬૨ વિદ્યાર્થીઓ સાથે વડોદરાના વિદ્યાર્થીઓ મેદાન મારી ગયા છે. આ વર્ષે બોર્ડ દ્વારા શહેરના અલગ અલગ કેન્દ્વોના પરિણામ જાહેર કરાયા નથી.