gujarati

બોગસ મેડિકલ સર્ટિફીકેટ રજૂ કરવામાં આવતા ક્રાઈમ બ્રાંચમાં ફરિયાદ દાખલ

Surajmishra | Wednesday, May 3, 2017 8:27 AM IST

બોગસ મેડિકલ સર્ટિફીકેટ રજૂ કરવામાં આવતા ક્રાઈમ બ્રાંચમાં ફરિયાદ દાખલ

ક્રાઈમ બ્રાંચમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જેમાં મોટાભાગે શહેરની બે જાણીતી હોસ્પિટલોમાંથી બોગસ સર્ટિફીકેટો લેવામાં આવ્યો હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે. હાલમાં પોલીસ એક જ વકીલ દ્રારા કરાયેલી ૯૭ અરજીઓની તપાસ કરી રહી છે.

હાઈકોર્ટના વિજીલન્સ વિભાગની તપાસમાં જામીન માટેની અરજીમાં બોગસ મેડિકલ સર્ટિફીકેટો રજૂ કરવામાં આવતા હોવાનું બહાર આવ્યું હતું. જેને પગલે હાઈકોર્ટના આદેશથી વિજીલન્સના ડેપ્યુટી રજીસ્ટ્રારે ક્રાઈમ બ્રાંચમાં આ અંગે ગુનો નોંધવામાં આવ્યો હતો. ક્રાઈમ બ્રાંચના ડીસીપી દીપન ભદ્રનના માર્ગદર્શન હેઠળ આ કેસની તરાસ કરી રહેલા  પી.એસ.આઈ.કે.જી.ચૌધરીના જણાવ્યા મુજબ હાઈકોર્ટમાં આવતી જામીન અરજીઓમાં બોગસ મેડિકલ સર્ટિફીકેટ રજૂ કરવામાં આવતા હોવાનું વિજીલન્સ વિભાગના ધ્યાનમાં આવતા તપાસ હાથ ધરવામાં આવી હતી.

જેમાં એક જ એડવોકેટ મારફતે કરવામાં આવેલી ૯૭ અરજીઓની અમે તપાસ કરી રહ્યા છીએ. જેમાં બોગસ મેડિકલ સર્ટિફીકેટ રજૂ કરવામાં આવ્યા હોવાની શંકા છે.