gujarati

ઈજનેરી પ્રવેશ નિયમો જાહેર

Surajmishra | Tuesday, May 2, 2017 8:04 AM IST

ઈજનેરી પ્રવેશ નિયમો જાહેર

ગુજકેટનું વેઈટેજ પ્રવેશ માટે રહેશે અને ગત વર્ષની જેમ જ કોમન મેરિટ તૈયાર કરાશે.ઉપરાંત જેઈઈની જેમ જ ગુજકેટમાં પણ ખાલી રહેનારી બેઠકો પર ગુજકેટ વગરના વિદ્યાર્થીઓને પ્રવેશ અપાશે.

આ વર્ષે પ્રથમવાર ઈજનેરી પ્રવેશ માટે ગુજકેટ લેવામા આવનાર છે ત્યારે ગુજેકટના આધારે થનારા પ્રવેશને લઈને ટેકનિકલ શિક્ષણ વિભાગ દ્વારા નોટિફિકેશન સાથે નિયમો જાહેર કરી દેવાયા છે.જેે મુજબ ગુજકેટના ફીઝિક્સ ,કેમેસ્ટ્રી અને મેથ્સના પર્સેન્ટાઈલ માર્કસના ૪૦ ટકા અને બોર્ડ પરીક્ષાના થીયરી વિષયોના પર્સેન્ટાઈલ માર્કસના ૬૦ ટકા પ્રમાણે કોમન મેરિટ તૈયાર કરાશે.આ ઉપરાંત જેમ જેઈઈ વગરના વિદ્યાર્થીઓને ખાલી રહેનારી બેઠકો પર પ્રવેશ અપાય છે તેમ ગુજકેટ ન આપેલા વિદ્યાર્થીઓને સમિતિના પ્રવેશ રાઉન્ડને અંતે ખાલી રહેનારી બેઠકો પર પ્રવેશ અપાશે.આ ઉપરાંત ગત વર્ષે સરકારે દાખલ કરેલ ઈબીસી ક્વોટા વિધિવત રીતે આ વર્ષના પ્રવેશના નોટિફિકેશનમાંથી દૂર કરી દેવાયો છે.જ્યારે બુકેલટ અને પિન વિતરણ ગુજકેટની પરીક્ષા ૧૦ મેએ પૂર્ણ થયા