gujarati

કોલેજોએ મેનેજમેન્ટ ક્વૉટા અલગ કર્યો

Surajmishra | Saturday, April 29, 2017 8:15 AM IST

કોલેજોએ મેનેજમેન્ટ ક્વૉટા અલગ કર્યો

પીજી મેડિકલ ડિગ્રી-ડિપ્લોમા અને ડેન્ટલમાં આ વર્ષે પ્રથમવાર રાજ્ય સરકાર દ્વારા કોમન પ્રવેશ પ્રક્રિયા હાથ ધરાઈ છે ત્યારે આ સાથે પ્રથમવાર પીજી મેડિકલ-ડેન્ટલ કોલેજોની ફી પણ એક સાથે નિર્ધારીત કરીને પીજી પ્રવેશ સમિતિ દ્વારા જાહેર કરાઈ છે.ફી નિર્ધારણ સાથે કોર્પોરેશનની કોલેજોએ મેનેજમેન્ટ ક્વોટા પણ હવે આ વર્ષથી અલગ જાહેર કરી દીધો છે એટલે કે અત્યાર સુધી સરકારને સરન્ડર થતો મેનેજમેન્ટ ક્વોટા અલગ કરી ઘણી બ્રાંચમાં ધરખમ ફી વધારી દેવાઈ છે.

કોર્પોરેશનની ખાનગી કોલેજો પોતાનો ૫૦ ટકા મેનેજમેન્ટ ક્વોટામાં ૩૫ ટકા મેનેજમેન્ટની બેઠકો સરકારને સરન્ડર કરી દેતી હતી અને ૧૫ ટકા એનઆરઆઈ ક્વોટામાં ભરતી હતી.જ્યારે સંપૂર્ણ ખાનગી કોલેજો ની ૫૦ ટકા બેઠકો સરકારી રીતે ભરાતી હતી અને ૫૦ ટકા બેઠકોમાં ૩૫ ટકા મેનેજેમેન્ટ અને ૧૫ ટકા એનઆરઆઈ પોતાની રીતે ભરતી હતી.પરંતુ હવે આ વર્ષે રાજ્ય સરકારે કોમન કાઉન્સેલિંગ કરતા પ્રથમવાર રાજ્યની તમામ યુનિવર્સિટીઓની તમામ મેડિકલ કોલેજો અને ડિમ્ડ યુનિ.સુમનદિપની તમામ બ્રાંચની ફી નિર્ધારીત કરી છે.