gujarati

બે અન્જિનિયરિંગ કોલેજ નો એડમિશન ઝોનમાં, એકની ૧૮૦ બેઠક કપાઇ

Surajmishra | Friday, May 5, 2017 8:12 AM IST

બે અન્જિનિયરિંગ કોલેજ નો એડમિશન ઝોનમાં, એકની ૧૮૦ બેઠક કપાઇ

ગુજરાતની ત્રણ ઈજનેરી કોલેજને દંડ કરવામા આવ્યો છે.જેમાં બે કોલેજને નો એડમિશન ઝોનમાં મુકી દેવાઈ છે અને એક કોલેજની ૩૦ ટકા બેઠક ઘટાડી દેવાઈ છે.આ ઉપરાંત એક એમબીએ કોલેજની ૫૦ ટકા બેઠક ઘટાડી દેવાઈ છે.

ઓલ ઈન્ડિયા કાઉન્સિલ ફોર ટેકનિકલ એજ્યુકેશન દ્વારા સ્ટાફ અને સુવિધાના અભાવે આ વર્ષે અત્યાર સુધીમાં રાજ્યની ચાર કોલેજો સામે પગલા લેવાયા છે.જેમાં ૨૦૧૭-૧૭ના વર્ષ માટે રાજકોટની જી.કે.ભરાડ એન્જિનિયરિંગ કોલેજને નો એડમિશન ઝોનમાં મુકી દેવાઈ છે. આ કોલેજમાં  સિવિલની ૬૦, કોમ્પ્યુટરની ૬૦, ઈસીની ૬૦, આઈટીની ૬૦ અને મિકેનિકલની ૧૨૦ સહિતની ૩૬૦ બેઠક હતી.આ તમામ બ્રાંચની એક પણ બેઠક પર સરકારની એડમિશન કમિટી દ્વારા પ્રવેશ નહી થાય