gujarat

રાજકોટ : PT શિક્ષકે શિસ્તના નામે બે વિદ્યાર્થીના વાળ કાપતા વિવાદ

Webdesk | Tuesday, December 5, 2017 11:20 PM IST

રાજકોટ : PT શિક્ષકે શિસ્તના નામે બે વિદ્યાર્થીના વાળ કાપતા વિવાદ

રાજકોટઃ શહેરના રૈયારોડ પર સોજીત્રાનગરમાં આવેલી ન્યૂ એરા સ્કૂલમાં સોમવારે વર્ગમાં પી.ટી. શિક્ષક વિજય શર્માએ સ્કૂલમાં વાળ કપાવ્યા વગર આવનાર ધો.6ના બે વિદ્યાર્થીઓના ડિસિપ્લિનના નામે વાળ કાપી નાખતા અને બે વિદ્યાર્થિનીઓને અરસ-પરસ ફડાકા મરાવતા ભારે દેકારો બોલી ગયો છે. ઘટનાની જાણ થતા એનએસયુઆઇના ઓલ ઇન્ડિયા સેક્રેટરી અઝીમખાન જુણેજા અને કાર્યકરો સ્કૂલ પર દોડી ગયા હતા અને સીસીટીવી ફૂટેજ કબજે કરી વિદ્યાર્થીઓનું હેરેસમેન્ટ કરનારા શિક્ષક સામે પગલાં લેવા માગણી કરી હતી. સીસીટીવી કેમેરામાં શિક્ષક વિદ્યાર્થીના વાળ પકડી ચોટી કાપતા દેખાય છે.